પંચાયતોમાં પંજાની છાપ : જિલ્લા-તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો સપાટો

6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા અને 230 તાલુકા પંચાયતોની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. 343 કાઉન્ટીંગ સ્થળોએ 4,226 ટેબલ પર 12,687 કર્મચારીઓ દ્વારા મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 6 મહાનગરપાલિકામાં ભાજપની જીત થઈ છે, જ્યારે 31 જિલ્લા પંચાયતમાંથી 21માં કોંગ્રેસનો વિજય થયો છે. 230 તાલુકા પંચાયતોમાં 150થી વધુ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.

જ્યારે 56 નગરપાલિકામાં 40 પાલિકામાં ભાજપનો વિજય થયો હતો અને 11 પાલિકામાં કોંગ્રેસનો વિજય થયો હતો. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને પાટીદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જ્યારે પાટીદાર ગામડાંઓમાં વિજય સરઘસ જોવા મળ્યાં હતાં. મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલના વતન ખરોડમાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા હતાં, જ્યારે કોંગ્રેસનો વિજય થયો હતો.

http://www.divyabhaskar.co.in/news-ht/GUJ-GNG-election-result-of-municipality-jilla-panchyat-and-taluka-panchayat-5183922-PHO.html?seq=1