ભાજપે હિન્દુઓ, પછી મુસ્લિમો હવે પાટીદારોને મરાવ્યા: શંકરસિંહ વાધેલા
ગુજરાતની ચૂંટણીમાં અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ લડ્યા જ નથી. દેશમાં અયોધ્યામાં રામમંદિર બાંધવાનું જાહેર કરીને ઘરે ઘરમાં હિન્દુ-મુસ્લિમની માનસિકતા ઊભી કર્યા પછી ગોધરાકાંડની આડશમાં હિન્દુઓની લાગણીને ભડકાવી હતી. અમદાવાદમાં કાર સેવકોની લાશ ફેરવીને ગુજરાતની ભાજપ સરકારમાં સત્તાનું પરિવર્તન કર્યુ હતું તેવો આક્ષેપ શાહઆલમમાં કોંગ્રેસની પ્રચાર સભાને સંબોધન કરતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો હતો. અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અને ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે પણ જાહેરસભાને સંબોધીને હતી.
ખાનપુરમાં જનમેદનીને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ભાજપ સત્તા પર આવ્યા પછી પણ લોકોના કામ કરી શકયો નથી. અમદાવાદ કોર્પોરેશનમાં સત્તા મેળવ્યા પછી પણ કોર્પોરેટરોએ બેરોકટોક બનીને ભ્રષ્ટાચાર કર્યો, એક પણ મહિનો એવો ન હોય કે રસ્તો ખોદાયો ન હોય.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-congress-leader-sankarsih-vaghela-blame-on-bjp-for-patidar-anamat-5171732-PHO.html