છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં ગુજરાતમાં પોલીસના રંગ બદલાયા છે
સુરતમાં પોલીસ કમિશ્નર રહી ચુકેલા પુર્વ આઈ.પી.એસ. અધિકારી કુલદિપ શર્માએ છેલ્લા ૧૦થી ૧૫ વર્ષમાં પોલીસના રંગ બદલાયા હોવાની વાત કરી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલ પર લગાવેયાલા રાષ્ટ્રદ્રોહના ગુના અંગે કહ્યું હતું કે, ચોક્કસ પ્રતિબંધિત પ્રવૃત્તિ માટે રાષ્ટ્ર દ્રોહની કલમ લગાવી શકાય પણ હાર્દિક પટેલ સામે નોંધાયેલા ગુનામાં મુખ્ય ઓબ્જેક્ટનો મેળ ખાતો નથી. હાર્દિક પટેલે પોલીસને મારી નાંખો સહિતની અન્ય વાત કરી તે અયોગ્ય અને સમાજ માટે હાનીકારક છે. પરંતુ હાર્દિક પટેલે બાળ ગંગાધર ટીળકની જેમ સમાજને જાગૃત્ત કરવાનું કામ કર્યું છે. પુર્વ પોલીસ અધિકારી કુલદિપ શર્માએ કોંગ્રેસની કંઠી તો પહેરી લીધી છે પરંતુ અન્ય નેતાઓની જેમ જાહેરમાં કોંગ્રેસનો ખેસ નાંખવાનું ફાવતું નથી તેથી પત્રકાર પરિષદમાં એક માત્ર શર્મા જ ખેસ વગર દેખાયા હતા.
સુરતમાં કોંગ્રેસના એક કાર્યકર સંમેલનાં સંબોધન બાદ આજે પત્રકાર પરિષદ માટે પુર્વ આઈ.પી.એસ. અધિકારી કુલદિપ શર્મા કોંગ્રેસના પ્રચાર માટે સુરત આવ્યા હતા. કોંગ્રેસના પ્રચાર માટે આવેલા કુલદિપ શર્માએ કોઈ જાહેર સભા તો કરી ન હતી પરંતુ કોંગ્રેસના સમર્થનમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલ અને પોલીસ દમનનો મુદ્દો મુખ્ય બન્યો હતો. કોંગ્રેસના વખાણ કર્યા બાદ તેઓએ હાર્દિક પટેલની સરખામણી બાળ ગંગાધર ટીળક સાથે કરી દીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે બાળ ગંગાધર ટીળકે એક અખબારમાં સમાજની જાગૃત્તિ માટે એક કવિતા લખી હતી તેના બદલ તેમની સામે રાષ્ટ્ર દ્રોહનો ગુનો નોંધાયો હતો. આવી જ રીતે ૨૨ વર્ષના હાર્દિક પટેલ સામે જે ગુનો નોંધાયો છે તેમાં મુખ્ય ઓબ્જેક્ટનો મેળ ખાતો નથી તેવો મારો એક અભિપ્રાય છે. ૨૨ વર્ષનો યુવાન કોઈ રાજકીય સપોર્ટ વિના આવી ચળવળ કરી શકે તે અસામાન્ય બાબત છે. હાર્દિકે પોલીસને મારી નાંખો તેવા નિવેદન કર્યા તેની સામે તમે સંમત છો ખરાં?તેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, ના આવા નિવેદન સાથે હું સંમત નથી, આવા નિવેદન અયોગ્ય છે અને સમાજ માટે પણ હાનીકાર છે. તેણે સમજના અભાવે આવા પ્રકારના નિવેદન કર્યા હોય તેવું માનું છું.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/police-kuldeep-sharma-the-gujarat-surat-congress