દેશના પ્રધાનમંત્રીનો વેબ્લી સ્ટેડીયમમાં જુઠ્ઠાણા દ્વારા વાણીવિલાસ : 14-10-2015
વિદેશની સફરે રહેતા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લંડનના યુરોપના પ્રવાસે જઈ જુઠ્ઠાણાનો વાણીવિલાસ કર્યો હતો. સુત્રોચ્ચાર સેલના કન્વીનર જે ભાષામાં અને પધ્ધતિથી વાત કરે તેવી રીતે દેશના પ્રધાનમંત્રી પોતાનું વક્તવ્ય આપે, તે ભારતની સંસ્કૃતિને શોભતું નથી. વેબ્લી સ્ટેડીયમમાં માનવ મહેરામણ ઉભર્વવા માટે રૂ. ૧,૦૦૦ કરોડ કરતા વધુ ખર્ચ થયો છે. લોકોને લાવવા-લઈ જવા, ભોજન વગેરે પેટે આટલું કાળું ધન ક્યાંથી આવ્યું ? તેનો પણ ખુલાસો પ્રધાનમંત્રીએ કરવો જોઈએ. સરકારી તિજોરીના લાભાર્થી એવા ઉદ્યોગપતિઓના નાનાથી મોબ મોબીલાઈઝેશન એ પ્રધાનમંત્રીની કાર્યશૈલી છે, તે હવે વિશ્વ સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. કાળું ધન લાવવાની વાતો કરવાવાળા પોતે જ કળા ધનના પુજારી છે, એવા પુરાવા વિશ્વ સમક્ષ ઉભા થઇ રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો