મોદીજી તેમનો ઘમંડ ઓછો કરે, વિદેશ પ્રવાસ બંધ કરે અને કામ કરે: રાહુલ ગાંધી
બિહારમાં હાલમાં જે પાંચ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું તેના માટે આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાંથી ચાલુ થયેલી મતગણતરી બાદ લેટેસ્ટ અપડેટ મુજબ નીતિશકુમાર અને લાલુ પ્રસાદ યાદવના મહાગઠબંધનન જબરદસ્ત બહુમતી મળી રહી છે. જ્યારે નરેન્દ્ર મોદીના એનડીએનું ધોવાણ થયું છે. મોદી અને અમિત શાહની જોડી પર આ મુદ્દે પસ્તાળ પડી રહી છે. કોંગ્રેસ પણ ભાજપને મળેલી હારથી ગેલમાં આવી ગઈ છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હી ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં બિહારમાં એનડીએના ધોવાણ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી દ્વારા મોદીજીને સમગ્ર દેશે એક સંદેશો આપ્યો છે કે હિન્દુ અને મુસ્લિમ લોકોને આરએસએસ અને મોદીજી અલગ નહીં કરી શકે. આ દેશ બધાનો છે. બિહારની ચૂંટણીની હાર એ હિન્દુઓને મુસ્લિમો સાથે લડાવવાનું પરિણામ છે. મોદીજી હિન્દુઓને મુસ્લિમો સાથે લડાવીને જીત હાંસલ નહીં કરી શકે. મોદીજીએ પોતાનો ઘમંડ ઓછો કરે. આ જીત ગુસ્સા, નફરત અને ઘમંડ ઉપરની છે. આ દેશના ભાંગલા શક્ય નથી. બિહારની જીત પર મહાગઠબંધનને ખુબ શુભેચ્છાઓ. નીતિશજી ફરીએકવાર બિહારના મુખ્યમંત્રી બનશે. મોદીજી તેમની વિદેશયાત્રાઓ ઓછી કરે અને તેમનો દેશ ચલાવે, કામ કરે.
http://www.sandesh.com/article.aspx?newsid=3165458