અનામતને જાળવવાની PM મોદીની વાત બે મોંઢાંની: શંકરસિંહ વાઘેલા
– ‘ભાજપે કોળી, પારઘી, દેવીપૂજક, મોચી સમાજને SC-STમાંથી હટાવ્યા હતા’
ગાંધીનગર: બિહારના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનામત અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, ‘વડાપ્રધાન એમ કહે છે કે, અમે અનામતને જાળવીશું, પણ વાસ્તવિકતાએ છે કે ગુજરાતની જ ભાજપ સરકારે ગુજરાતની કોળી, પારઘી અને દેવીપૂજક જ્ઞાતિને એસટીમાંથી અને મોચી સમાજને એસસીમાંથી દૂર કર્યા છે.’
વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, ‘બિહારમાં વડાપ્રધાન ગુજરાત મોડલ કહીને બિહારની પ્રજાને ગુજરાતની પ્રજાની જેમ જ ભરમાવી રહ્યા છે, ફાઇવ સ્ટાર પ્રચાર માટે પંકાયેલા મોદી ગુજરાતને દેવાદાર અને બેરોજગાર બનાવીને ગયા છે. આથી જ પાટીદાર અનામત આંદોલન જેવા પડકારો ગુજરાતની ભાજપ સરકાર સામે આવ્યા છે. અનામત જાળવી રાખવાની બિહારની પ્રજાને ખાતરી આપતા વડાપ્રધાન તેમની કેન્દ્ર સરકારના 420 દિવસો પૂરા થયા હોવા છતાં આપેલાં વચનોમાંથી એકપણ પૂરું કર્યુ હોય તેવું જણાતું નથી. બિહારની પ્રજાને ગુજરાતના ભ્રામિક વિકાસના જોરે ભરમાવવામાં મોદી માહેર હોવાથી તેમની પોલ ખોલવા તેઓ પણ બિહાર જશે અને ગુજરાતના વિકાસ મોડેલના દાવાનું જૂઠાણું બતાવશે.
એનડીએ સરકારે છોટા રાજનને બચાવ્યો હતો: વાઘેલા
http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-shankersinh-vaghela-says-pm-talk-of-maintaining-reservation-is-wrong-5153157-NOR.html