ગુજરાત કોંગ્રેસે OBC વિભાગના સંગઠનનું માળખું જાહેર કર્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીની મંજુરીથી ગુજરાત પ્રદેશ OBC ડીપાર્ટમેન્ટના ચેરમેન અને ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને ઓબીસી ડીપાર્ટમેન્ટના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી લાલજીભાઈ દેસાઈએ પ્રદેશ પદાધિકારીમાં ૧૧ ઉપપ્રમુખ, ૧૯ મહામંત્રી અને ૨૧ મંત્રી સાથે સંગઠન જાહેર કરેલ છે. સંગઠનમાં શિક્ષિત, યુવાનો, મહિલાઓ અને અનુભવી આગેવાનોનો સમાવેશ કરવામાં આવેલ છે.OBC ડીપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં છેલ્લા છ માસમાં વિવિધ વિભાગીય ચિંતન શિબિરો અને જન જાગૃતિના કાર્યક્રમો આવ્યા હતા. આ કાર્યક્રમોમાં સક્રિયતા દાખવનાર અને પક્ષના સંગઠનમાં નિષ્ઠાથી કામ કરવાનો ઉત્સાહ દાખવનારનો પ્રદેશ સંગઠનમાં સમાવેશ કરવામાં આવેલ છે. સાથોસાથ સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રતિનિધિત્વને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ઓબીસી ડીપાર્ટમેન્ટના જાહેર થયેલ વિવિધ પદાધિકારીઓને કામની વહેચણી સાથે જવાબદારી સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. OBC ડીપાર્ટમેન્ટમાં પ્રદેશ માળખાની સાથોસાથ ભાવનગર જીલ્લાના ઓબીસી વિભાગના ચેરમેન તરીકે  પ્રતાપભાઈ મોભ અને પાટણ જીલ્લામાં  મંગળાજી જુહાજી ઠાકોરની નિમણુક કરવામાં આવી છે.
http://www.vishvagujarat.com/gujarat-congress-declare-obc-department-state-body/