કોંગ્રેસ પક્ષમાં જોડતા ૧૦૦ થી વધુ પાટીદાર આગેવાનો : 27-10-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આજ રોજ બોટાદ જીલ્લાના ભાજપ પક્ષ સાથે સંકળયેલા ૧૦૦ થી વધુ પાટીદાર આગેવાનોએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં જોડાયા છે. રાજીવ ગાંધી ભવન ખાતે બોટાદ જીલ્લાના ૧૦૦ વધુ પાટીદાર આગેવાનોને આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા બિનસાંપ્રદાયિકતા- સર્વ ધર્મ સમભાવ અને સમાનતાના સિદ્ધાંતો પર કામ કરનાર પક્ષ છે અને તે માટે પ્રતિબદ્ધ છે. જે રીતે છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં ભાજપ શાસકો બેફામ બન્યા છે લોકતંત્રની અવગણના કરી રહ્યા છે અને પ્રજાના હક્ક અને અધિકાર પર તરાપ મારી રહ્યા છે ત્યારે સમાજના તમામ વર્ગ અને ખાસ કરીને મધ્યમવર્ગ ભાજપ સરકારથી પરેશાન છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તમામ વર્ગને આવકારે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note