ભાજપે પાટીદાર સમાજનો દ્રોહ કર્યો હોવાના પણ સણસણતાં આક્ષેપો
ભાજપે પાટીદાર સમાજનો દ્રોહ કર્યો હોવાના પણ સણસણતાં આક્ષેપો
રાજયસહિત અમરેલી જિલ્લામાં પણ પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે. હાલ આંદોલન દરમિયાન હિંસક ઘટનામા સામેલ પાટીદારોની ધરપકડનો દોર શરૂ કરાયો છે ત્યારે કોંગીના પુર્વ સાંસદ ઠુંમરે આક્રોશ સાથે કાર્યવાહીને વખોડી કાઢી છે.
પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતુ કે ગુજરાતમા 1995થી અત્યાર સુધી નાની મોટી તમામ ચુંટણીમાં પાટીદાર સમાજે ભાજપને સજ્જડ સમર્થન પુરૂ પાડયું છે અને તેના કારણે ભાજપ સતા ભોગવી રહી છે ત્યારે તેનુ ઋણ ચુકવવાને બદલે કચડી નાખવાનો પ્રયાસ કરાયો છે તેને વખોડી કાઢવામા આવે છે. સરકારે પોલીસનો ઉપયોગ કરી પાટીદાર સમાજ ઉપર જે અમાનવીય દમન ગુજાર્યો છે તેમા મહિલાઓને પણ સહન કરવુ પડયુ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે જે પોલીસ અધિકારી અને કર્મચારીએ પાટીદાર સમાજ ઉપર દમન ગુજાર્યુ છે તેની સામે બરતરફી સહિતના શિક્ષાત્મક પગલા લેવા માંગણી કરવામા આવી છે.
પાટીદાર સમાજ આજે પણ સરકાર દ્વારા થઇ રહેલી પોલીસ કાર્યવાહીથી અત્યંત વ્યથિત છે. અમરેલી જિલ્લામાં પણ પાટીદાર યુવાનોની ધરપકડ કરી ડરાવવા ધમકાવવાની કાર્યવાહી શરૂ કરી છે અને હેરાન પરેશાન કરવામા આવી રહ્યાં છે તેને વખોડી કાઢવામા આવે છે. તેમણે ભાજપની વિરૂધ્ધમા મતદાન કરીને અનામતની માંગણીનો યોગ્ય પડઘો પાડવા પણ પાટીદાર સમાજને અપીલ કરી હતી.
http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-074558-2920057-NOR.html