કોંગ્રેસ મોંઘવારી મુદ્દે ચૂંટણી લડશે : ભરતસિંહ સોલંકી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોર કમિટી અને પ્રદેશ હોદ્દેદારોની આજે મળેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મુદ્દે વિસ્તૃત ચર્ચા થયા પછી એક બાબતે દૃઢ નિર્ણય કર્યો હતો કે અગાઉ અપાતા કોરા મેન્ડેન્ટની પ્રથા રદ કરવી અને કોંગ્રેસથી મોટો હોય તેવું માનતા કોઇ ઉમેદવારનો ટિકિટ આપવી નહીં. બેઠકમાં નિર્ણય બાબતે જણાવતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે મોંઘવારી, પીવાના-સિંચાઇના પાણીની સમસ્યા સહિતના પ્રશ્નો કોંગ્રેસ ચૂંટણી લડશે. તેમણે ખાતરી આપી હતી કે કોંગ્રેસે આર્થિક અનામત બાબતે જે વચન આપ્યું છે તે પાળશે. તેમણે ઉમેદવારોની યાદી ગુરુવાર સુધીમાં જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
અનામત આંદોલન સંદર્ભે ભાજપ સરકારની અસ્પષ્ટ નીતિની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે ભાજપ પહેલા જ કોંગ્રેસે એવી જાહેરાત કરી દીધી છે કે અમે સત્તા પર આવીશું તો હાલના અનામતના માળખામાં કોઇ ફેરફાર કર્યા વગર અલગથી આર્થિક ધોરણે અ્નામત લાવીશું. જો આવી જ નીતિ ભાજપ સરકારે અપનાવી હોય તો પાટીદાર આંદોલન જેવા આંદોલન ગુજરાત થવાનો કોઇ પ્રશ્ન સર્જાયો ઉપસ્થિત થાય નહીં.
સરકારે માગણી સ્વીકારીને વિધાનસભામાં પસાર કરી શકે છે, પણ તે આવું કરી શકી નહીં તે તેની નિષ્ફળતા દર્શાવે છે. કોંગ્રેસની નીતિ બાબતે જણાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસ રાજ્યમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, નર્મદાના કેનાલ પૂરી ન થવી, યુવાનોના શિક્ષણના પ્રશ્નો, બેરોજગારી, આરોગ્ય, ડેન્ગ્યુ, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, દારૂના અડ્ડાની જેવા સ્થાનિક પ્રશ્નોને લઇને ચૂંટણી લડાશે.

http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-congress-leader-vaghela-challenge-to-gujarat-government-filed-treason-against-mo-515041.html?seq=2