બી.જે.મેડીકલ કોલેજ ખાતે થયેલ રેગીંગના વિરુદ્ધમાં એન.એસ.યુ.આઈ. દ્વારા આવેદનપત્ર : 12-10-2015
આજ રોજ બી.જે.મેડીકલ કોલેજ ખાતે થયેલ રેગીંગના વિરુદ્ધમાં એન.એસ.યુ.આઈ. દ્વારા કોલેજના ડાયરેક્ટર ડૉ.એમ.એફ.શેખને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જયારે કોલેજના જવાબદાર વ્યક્તિ ડીનશ્રી બી.જે.શાહ સાહેબ હાજર રહ્યા ન હતા. સતત બે કલાક સુધી વિરોધ કરતાં ડાયરેક્ટરશ્રી એમ.એફ.શેખને જવાબદાર વ્યક્તિ તરીકે આવેદનપત્ર સ્વીકારવાની ફરજ પડી હતી. એન.એસ.યુ.આઈ. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બી.જે. મેડીકલમાં બે વર્ષ પહેલા પણ રેગીંગ કેસ સામે આવ્યો હતો. સતત ત્રીજા વર્ષે પણ આ રેગીંગની ઘટના બની હતી. એન.એસ.યુ.આઈ. દ્વારા કોલેજ સત્તાધીશોની નિંદા કરવામાં આવી હતી. દરેક કોલેજોમાં સરકાર દ્વારા એન્ટી રેગીંગ સેલ બનાવવામાં આવે છે, પણ આ એન્ટી રેગીંગ સેલ ફક્ત પેપર ઉપર ચાલતું હોવાનું બહાર આવ્યું છે. જયારે નવા વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે ત્યારે તમામ કોલેજોમાં સરકાર દ્વારા રેગીંગ જાગૃતિ અભિયાન ચલાવવમાં આવે છે તથા જુનિયર અને સીનીયર વિદ્યાર્થીઓમાં કોઈપણ મતભેદ વિના ફક્ત ભણવા ઉપર ધ્યાન રાખવામાં આવે તેવી ઝુંબેશ ચલાવવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો