ગુજરાત પ્રદેશ કિશન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સંસદસભ્યશ્રી વિરજીભાઈ ઠુમ્મરે : 09-10-2015

ગુજરાત પ્રદેશ કિશન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સંસદસભ્યશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજરોજ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યમાં બે-ત્રણ જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં અપૂરતવરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાની પુરેપુરી દહેશત ઉભી થઇ છે ત્યારે ખેડૂતોના ઉભા પાકને નિષ્ફળ જતો બચાવવા સિંચાઈ માટે કુવા અને બોરમાંથી પાણી ખેંચવા વીજળીની ખાસ માંગ ઉભી થવા પામેલ છે ત્યારે રાજ્ય સરકારે આ બાબતે સંવેદનશીલ બનીને, વિના વિલંબે ખેડૂતોને ઉભા પાકને નિષ્ફળ જતો બચાવવા ખેતી અને ખેડૂતોને ટોચ અગ્રતા (Top Priority) આપીને ખેતી અને ખેડૂતોના ભોગે ઉદ્યોગોને ચોવીસ કલાક વીજળી પૂરી પડે છે ત્યારે રાજ્ય સરકારે ઉદ્યોગોમાં વીજકાપ મુકીને પણ નિયમિતપણે પૂરતા પ્રમાણમાં અને પૂરતા વોલ્ટેજથી ઓછમાં ઓછા દરથી બાર કલાક સળંગ વીજળી તાકીદના ધોરણે પૂરી પાડવી જોઈએ

 પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note