ભાજપ સરકારના ગુજરાત મોડલને સમગ્ર દેશ માંથી જાકારો મળી રહ્યો છે : શંકરસિંહ

– પાલિકાની ચૂંટણી સંદર્ભે કોંગી આગેવાનો સાથે યોજાયેલી બેઠક : ચૂંટણી કોંગ્રેસના પ્રતિક પર લડાશે 
કપડવંજ, નડિયાદ : ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ સોમવારે પોતાના મત વિસ્તાર કપડવંજ માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને સ્થાનિક કાંેગી આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં શંકરસિંહે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા કે, ભાજપ સરકારના ગુજરાત મોડલને સમગ્ર દેશ માંથી જાકારો મળી રહ્યો છે. લોકશાહીમાં સૌને આંદાેલન કરવાનો હક્ક હોય ત્યારે તેને રાજય સરકાર દબાવવાની નિતિ અપવાની રહી છે. આ નિતિ ને વખોડી કાઢવામાં આવે છે. જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોંગ્રેસના પ્રતિક પર લડાશે તેવી હાકલ કરી હતી.
કપડવંજ ઝુલેલાલ વાડીમાં સોમવારે સવારે 11.30 કલાકે કોંગેસની યોજાયેલી બેઠકમાં વિપક્ષ નેતા વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારને સત્તા ઉપર લાવનારા લોકોમાંજ અસંતોષનો ચરૂ ઉકળી રહ્યો છે. બિહાર તથા રાજયમાં આવી રહેવી ચૂંટણીઓમાં કારમી હારની પરિસ્થિતિ જોતા વર્તમાન સરકારે ચૂંટણી પાછી ઠેલવાના પ્રસિધ્ધ કરેલા જાહેરનામાને ન્યાયાલયમાં પડકારમાં આવશે તેમ કહીને કોંગેસ પક્ષની જીત અંગે આશાનાદ પ્રગટ કર્યો હતો. જયારે આગામી દિવસોમાં યોજાનારી કપડવંજ નગરપાલિકા , નડિયાદ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની ચૂંટણીઓ કોંગેસ પ્રતિક ઉપર લડવા માટે પક્ષને વરેલા અને વફાદારી નિભાવવાના માપદંડો સાથે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-NAD-OMC-vaghela-regard-to-municipal-elections-held-a-meeting-with-the-leaders-of-congres-513308.html?OF10