ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)ની ગુજરાતને ફાળવણી – સ્થાપના અંગે : 08-10-2015
- ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)ની ગુજરાતને ફાળવણી – સ્થાપના અંગે અમલીકરણ ન કરીને કેન્દ્રની ભાજપ સરકારનો ગુજરાતના છ કરોડ નાગરિકોને તમાચો
લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની યુપીએ સરકાર “ગુજરાતને અન્યાય કરે છે” ‘ગુજરાતને થપ્પડ’ જેવી જાહેરાતોથી લોકોની ભાવના ઉશ્કેરીને મતની ખેતી કરનાર ભાજપ અને તેના મુખીયા શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદ હેઠળ ગુજરાતને 16 મહિના થયા છતાં હજી સુધી બજેટમાં જાહેર કરેલ ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)ની ગુજરાતને ફાળવણી – સ્થાપના અંગે અમલીકરણ ન કરીને કેન્દ્રની ભાજપ સરકારનો ગુજરાતના છ કરોડ નાગરિકોને તમાચો છે તેવો આક્ષેપ કરતાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રવક્તા અને ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે એઈમ્સ જેવી રાષ્ટ્રીય તબીબી સંસ્થા ન ફાળવીને ગુજરાતને ભારે અન્યાય કર્યો છે. અગાઉ કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે સિવિલ હોસ્પિટલ અપગ્રેડશન અને એઈમ્સ સમકક્ષ સુવિધા માટે 1000 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ફાળવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો