બી.આર.ટી.એસ. અમદાવાદમાં નાગરિકોના લાભકર્તાને બદલે ભાજપ માટે આર્થિક વિકાસનું મોટું કેન્દ્ર : 07-10-2015
- બી.આર.ટી.એસ.ની વ્યવસ્થા અમદાવાદ શહેરના નાગરિકો માટે મદદકર્તાને બદલે મુસીબતકર્તા
- બી.આર.ટી.એસ. અમદાવાદમાં નાગરિકોના લાભકર્તાને બદલે ભાજપ માટે આર્થિક વિકાસનું મોટું કેન્દ્ર
- બી.આર.ટી.એસ. ને લીધે અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારને આર્થિક વળતર અને ઘાયલ થયેલાને હોસ્પિટલ સારવારનો ખર્ચ આપવામાં આવે. : કોંગ્રેસ
ઈસરો થી સ્ટારબજાર વચ્ચે બી.આર.ટી.એસ. કોરિડોરમાં બે બસો બાઈક સાથે ટકરાતા બે વ્યક્તિને ગંભીર ઈજા થઈ ત્યારે પબ્લીક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ બી.આર.ટી.એસ.ની વ્યવસ્થા અમદાવાદ શહેરના નાગરિકો માટે મદદકર્તાને બદલે મુસીબતકર્તા બની ગઈ છે તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, 3000 કરોડના ખર્ચે બી.આર.ટી.એસ. લાગુ કર્યા બાદ અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા ઘટવાને બદલે વધારો થયો છે. બી.આર.ટી.એસ. કોરિડોરમાં અકસ્માતની અનેક ઘટનાઓ બની છે. બી.આર.ટી.એસ. બસોની આડેધડ ગતિના લીધે અકસ્માતોમાં ઘણાં વાહનચાલકોએ જીવ ગુમાવ્યા છે, ગંભીર રીતે ઘાયલ થયા છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો