નવરાત્રીથી મોડી રાત્રિ સુધી વ્યાપારીઓને ધંધો-રોજગાર કરવા માટે મંજુરી : 06-10-2015
ગુજરાતમાં પવિત્ર નવરાત્રી તહેવાર દરમિયાન યુવાનો તથા માઈ ભક્તો મોડી રાત સુધી ગરબા રમતા હોઈ, રાત્રે ખાણા-પીણાની તથા આવશ્યક વસ્તુ સહેલાઈથી ઉપલબ્ધ થાય તે માટે મોડી રાત સુધી બજારો ખુલ્લા રાખવા મંજુરી આપવા ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીભાઈ પટેલને પત્ર લખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇકોનોમિક એફેર્સ કમિટીના ચેરમેન નીતિન શાહે માંગણી કરેલ છે. નીતિન શાહે વધુમાં જણાવ્યું છે કે, જ્યારથી “મોદી આવ્યા મંદી લાવ્યા” એ વાત પ્રસરતી જાય છે અને આ મંદીમાં વહેપારી મિત્રોને ધંધો ઘટતોજ જાય છે, અને ખર્ચા વધતા જાય છે. આ સંજોગોમાં દિવાળીના તહેવારો પૂર્ણ ન થાય ત્યાં સુધી મોડી રાત્રિ સુધી બજારો ખુલ્લા રાખવા મંજુરી આપવા પત્ર દ્વારા રજૂઆત કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો