મહામહીમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ આગેવાનો

કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવશ્રી અને રાજ્યસભાના સાંસદશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ વિરોધપક્ષના નેતા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદેદાર્શ્રીઓ આજરોજ બપોરે ૨-૦૦ કલાકે મહામહીમ રાષ્ટ્રપતિશ્રીને રૂબરૂ મળ્યા હતા અને ગુજરાત ખેત-જમીન ટોચમર્યાદા (સુધારા) વિધેયક, ૨૦૧૫કે જે ગુજરાતના નામદાર રાજ્યપાલશ્રીએ મહામહીમ રાષ્ટ્રપતિશ્રીને મંજુરી અર્થે મોકલી આપેલ છે તે અને ગુજરાત આતંકવાદી કુત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ વિધયેક, ૨૦૧૫ (જીસીટોક)કે જે બિલ ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા મહામહીમ રાષ્ટ્રપતિશ્રીની મંજુરી અર્થે મોકલી આપેલ છે તે બંને બિલ ગેરબંધારણીય અને બદઈરાદાથી પસાર કરેલ હોઈ આ બંને બિલને મંજુરી ન આપવા અને પરત મોકલવા મહામહીમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપી વિનંતી કરી હતી.