મહેસાણામાં કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું
મહેસાણામાં કોંગ્રેસ દ્વારા ઊંટલારીમાં જાહેર માર્ગ પર રેલી સ્વરૃપે ભ્રમણ કરી રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન વિરૃધ્ધ સૂત્રોચ્ચાર કરી શહેરની સમસ્યા સહિત વિવિધ મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મહેસાણા જીલ્લા કોંગ્રેસ દ્વારા દેશના પૂર્વ મહિલા વડાપ્રધાન ઈન્દીરા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ટપાલ ટિકીટો વર્તમાન કેન્દ્ર સરકાર પરત ખેંચવાનો નિર્ણય કરી રહી છે ત્યારે આ બાબતે જીલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી ટપાલ ટિકીટો પરત ન ખેંચવા માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ભમ્મરિયા નાળા પાસે રેલીંગનો કોઈ પત્તો નથી, સીટી બસ સેવા બંધ છે તે ચાલુ કરાવવા સહિત માંગ કરી હતી. ઉપરાંત મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટે સીટી બસ સેવા શરૃ ન થાય ત્યાં સુધી પોતાની કાર કે અન્ય કોઈપણની ગાડીમાં નહી બેસે તેવી પ્રતિજ્ઞાા લીધી હતી અને સીટી બસ સેવા ચાલુ કરવા કલેકટરને આવેદનપત્ર સોંપી માંગ કરી છે. આ ઉપરાંત એન.એસ.યુ.આઈ. મહેસાણા જીલ્લા દ્વારા વડનગર સાયન્સ કોલેજમાં લેબ, લેબ આસિસ્ટન્ટ તેમજ પ્રોફેસરોની અછત મામલે રજૂઆત કરી પ્રોફેસરોની ભરતી કરવા માંગ કરી છે અને કોલેજમાં વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડવા માંગ પણ કરી હતી.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/north-gujarat-mehsana-collector-representation-made-by-congress