મરતી વખતની ચિઠ્ઠી મુખ્યમંત્રી સાચી માનતા નથી: શક્તિસિંહ

‘પોલીસ આત્મહત્યાનું કારણ શોધશે તેમ કહે છે’

‘અનામત આંદોલનમાં મૃત્યુ પછી રાજકોટના યુવાને આત્મહત્યા કરી છે અને તેમણે આત્મહત્યા વખતે ડાઇંગ ડેકલેરેશન સ્વરૂપે તેઓ અનામત ન મળતા આત્મહત્યા કરતા હોવાનું બહાર આવ્યું હતું. તેમણે આત્મહત્યા વખતે જે ડાઇંગ ડેકલેરેશનને આખરી ગણ્યું હતું તે કોર્ટ પણ મરતા સમયની નોંધને અંતિમ ગણે છે, તેમ છતાં મુખ્યમંત્રી તેને અંતિમ સત્ય ગણતા નથી તેવો આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે એવું કહે છે કે પોલીસ તપાસ કરશે પછી આત્મહત્યાનું કારણ બહાર આવશે, પણ આત્મહત્યા કરનારા પાટીદાર યુવાને આત્મહત્યા કરવાનાં કારણો મૃત્યુ સમયની નોંધમાં લખ્યાં છે. તેમણે એવી વ્યથા વ્યક્ત કરી હતી કે ઘણા લાંબા સમયથી સરકારી નોકરીઓમાં ભરતી થતી નથી. જીપીએસસીમાં છબરડા બહાર આવ્યા છે. હાઈકોર્ટે ફિક્સ પગારે યુવાનોનું શોષણ છે, પણ તેને પૂરતો પગાર અપાતો નથી. આઉટ સોર્સિંગના નામે મનમગતા માલામાલ થાય છે. રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો હોવા છતાં તેનો અમલ થતો નથી અને શિક્ષણમાં ખુલ્લી લૂંટ ચલાવાય છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તલાટીની ફિક્સ પગારની નોકરી મેળવવા માટે તેર લાખ યુવાનોએ ફોર્મ ભર્યા હતા, પણ લાયકાતવાળાને નોકરી મળવાને બદલે પંદર-પંદર લાખ લેનાર ભાજપના દલાલો પકડાયા છે.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-congress-spokesperson-shaktisinh-gohil-claims-cm-does-not-believe-in-patidar-dea-512562.html