સરકારી ભરતીઓની પરીક્ષા નિષ્પક્ષ યોજવા બાબતે વડગામ યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર

બેરોજગાર યુવકને એક અરજી પાછળ ૨૦૦ રૃપિયા જેટલો ખર્ચ થાય છે

અને સાચા યુવકોને અન્યાય થતો હોવાની રજુઆત

વડગામ યુથ કોંગ્રેસના પ્રમુખ કલ્પેશ ચૌધરીની આગેવાની હેઠળ વડગામ યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર આર. કે. પટેલને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. વડગામ યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સરકારી ભરતીઓ કરાય છે અને જેની અલગ અલગ સેન્ટરોમાં પરીક્ષાઓ લેવાય છે. પરંતુ અમુક સેન્ટરોમાં પરીક્ષાઓમાં ગેરરીતિઓ થતી હોય છે અને તે સરકારને જાણ થાય એટલે સરકાર દ્વારા તે ભરતીન ેરદ કરી દે છે. તેથી કેટલાક સાચા યુવાનોને અન્યાય થાય છે. તેમજ દરેક ભરતીઓ વખતે લાખો યુવાનોએ અરજીઓ કરી હોય છે. જે એકવાર અરજી કરવામાં એક યુવાનને ૧૦૦થી ૨૦૦ રૃપિયા જેટલો ખર્ચ થાય છે. જેના કારણે કેટલાક સાચા યુવકોને અન્યાય સાથે રૃપિયા પણ વેડફાતા હોય છે. જેને લઈને વડગામ યુથ કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ રેલી યોજીને આવેદનપત્ર પાઠવીને સરકારને સંદેશો પહોંચાડવા વિનંતી કરાઈ હતી તેમજ રાજ્ય સરકાર દ્વારા જે ભરતી પાડવામાં આવે તેને નિષ્પક્ષ રીતે પરીક્ષાઓ લેવાય જેથી વારે વારે ભરતીઓ રદ ન કરવી પડે અને સાચા યુવાનોને અન્યાય ન થાય તે માટે વહીવટી તંત્રના માધ્યમથી સરકાર સુધી રજુઆત પહોંચાડવા રજુઆત કરાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય અજીતસિંહ હડીયોલ, ગોપાલસિંહ રાજપુત, મહામંત્રી રફીખાન પઠાણ સહિત કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/north-gujarat-government-ensuring-fair-conduct-of-the-examination