ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા ઉમરગામથી કોંગ્રેસની જન આશીર્વાદ યાત્રા

ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ઉંમરગામથી અંબાજીની જન આશિર્વાદ યાત્રાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેરાત કરતાં જણાવ્યું કે, આ યાત્રા વિવિધ જિલ્લા અને તાલુકા સ્તરે લોકોની વચ્ચે જશે અને તેમની સમસ્યાઓને ઉજાગર કરશે, સાથે જ સરકારના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશે.યાત્રા સપ્ટેમ્બરના અંતમાં શરૂ થશે.

રાજીવ ગાંધી ભવન ખાતે કોંગી પદાધિકારીઓની બેઠક મળી હતી, જેમાં પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, જમીન સંપાદન કાયદામાં થયેલી જીતની ઉજવણી માટે દિલ્હી ખાતે ૨૦મી સપ્ટેમ્બરના રોજ મહારેલી યોજાશે તેમાં ગુજરાતના કાર્યકરો પણ જોડાવાના છે. બેઠકમાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, રાજ્યમાં ભાજપ સરકાર વિરુદ્ધ જનઆક્રોશ છે, લોકોને નાના નાના કામો માટે સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડે છે. દરેક બેઠકો પર શકય હોય ત્યાં સુધી સર્વાનુમતે ઉમેદવારોની પસંદગી થાય તો પરિણામ ઘણું સારું મળશે.

http://www.sandesh.com/article.aspx?newsid=3134926