સ્થા.સ્વરાજની ચૂંટણીઓને લઈ કોંગ્રેસની તૈયારીઓ પૂરજોશમાં
અમદાવાદજિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગ રૂપે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોર દ્વારા તાલુકા વાઈઝ નિરીક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી છે.
જિલ્લા કોંગ્રેસના ઈન્ચાર્જ મહામંત્રી પંકજસિંહ વાઘેલાએ આપેલ સતાવાર માહિતી મુજબ નિરીક્ષકો તરીકે અનુક્રમે ધોળકા માટે તેજશ્રીબેન પટેલ (ધારાસભ્ય-વિરમગામ), સાણંદ માટે મુર્તુઝાખાન પઠાણ, ધંધુકા માટે અમરસિંહ સોલંકી, માંડલ માટે ઘનશ્યામભાઈ ગઢવી, વિરમગામ માટે ઘનશ્યામભાઈ ઠક્કર, દેત્રોજ માટે એમએમશાહ તેમજ બાવળા માટે હરપાલસિંહ ઝાલાની નિમણૂંકો કરાઈ છે. નિરીક્ષકો તાલુકા જિલ્લા પંચાયતો તેમજ ન.પાલિકાઓની ચૂંટણીમાં કામગીરી સંભાળશે.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-MAT-latest-ahmedabad-news-033526-2661893-NOR.html