યેમેનમાં ફસાયેલા ગુજરાતી ખલાસીઓને સલામત રીતે ભારત પાછા લાવવા વિદેશ મંત્રીને અહમદ પટેલનો પત્ર. : 16-09-2015
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદ પટેલે કેન્દ્રિય વિદેશપ્રધાન શ્રીમતી સુષ્મા સ્વરાજને એક પત્ર લખીને યેમેનમાં ચાલી રહેલા નાગરિક યુધ્ધમાં ફસાયેલા 70 જેટલા ગુજરાતના ખલાસીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું ક, ત્રણ ખલાસીઓની હાલત ગંભીર છે અને તેમના માટે આરોગ્ય કે ખોરાકની પુરતી સુવિધા નથી. આ ખલાસીઓ જે વિસ્તારમાં ફસાયા છે તે વિસ્તારમાં છેલ્લાં ઘણાં દિવસથી ભારે બોંબમારો થઈ રહ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો