એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારોને અન્ન સુરક્ષા… : 14-09-2015
એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારોને અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી લઈ તમામને અન્ન મળે તે નિશ્ચિત કર્યું છે, ત્યારે ગુજરાતની ભાજપ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરીવારીના મોં માંથી અન્નનો અધિકાર છીનવી રહી છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકાર તાકીદે વર્ષોથી જેની અમલીકરણ નથી કરી રહી તે બીપીએલ કાર્ડની યાદી માટે તાત્કાલિક સર્વે કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગુજરાતમાં અંત્યોદય યોજના ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબો માટેની યોજના (બીપીએલ), ગરીબી રેખાથી ઉપરના કુટુંબો માટેની યોજના (એપીએલ) અસ્તિત્વમાં છે. ગુજરાતની ભાજપ સરકાર વર્ષ-૨૦૦૦ ના વસ્તીગણતરીના આંકડા આધારે ૧૯૯૩-૯૪ ના સર્વેને ધ્યાનમાં રાખી ૨૧.૨ લાખ કુટુંબોની સંખ્યા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે નિર્ધારિત કરી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અન્વયે ૩૮ લાખ કુટુંબોની સંખ્યા લાભાર્થી તરીકે નિર્ધારિત કરી છે. જયારે રાજ્ય સરકારના અન્ય એક ગણતરી મુજબ ૪૦ લાખ કુટુંબોની સંખ્યા લાભાર્થી તરીકે જાહેર કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો