કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના છ મહાનગરોમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો : 12-09-2015

રાજ્યમાં સ્વાઈન ફ્લુ, ડેન્ગ્યું, ઝેરી મેલેરિયા, કમળો, ઝાડા-ઉલ્ટી સહિતના બેફામ બનેલા રોગચાળો ડામવામાં નિષ્ફળ ભાજપ સરકારને જાગૃત કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના છ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાજપ સરકારના બેજવાબદાર શાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં બેફામ રોગચાળાને કારણે હજારો દર્દીઓ જુદીજુદી હોસ્પિટલોમાં દાખલ થઇ રહ્યા છે. મહાનગરોની હોસ્પિટલોમાં એક તરફ સતત દર્દીઓનો વધારો થતો જાય છે, બીજી તરફ હોસ્પિટલોમાં અપૂરતી સુવિધાઓના કારણે દર્દીઓ અત્યંત હાલાકી ભોગવી રહ્યા છે. કરોડો રૂપિયા દર વર્ષે આરોગ્ય સેવા માટે બજેટમાં ફાળવાતી ભાજપ સરકારના ભ્રષ્ટાચારના કારણે સામાન્ય અને મધ્યમવર્ગના દર્દીઓને હોસ્પિટલોમાંથી આપવાની થતી મફત દવાઓ પણ મળતી નથી. હોસ્પિટલોની આસપાસ ભાજપ સરકારના મળતિયાઓની ગોઠવણને લીધે દર્દીઓને જરૂરી તમામ દવાઓ અને અન્ય સારવાર માટેની વસ્તુઓ મોંઘા ભાવે બહારથી ખરીદવી પડે છે. ત્યારે રાજ્યમાં મહાનગરોમાં યોજાયેલ ધરણામાં ભાજપ સરકારના કહેવાતા વિકાસ મોડેલ વિકાસ નામે હવા છે, ના.. ડોક્ટર છે ના.. દવા છે. આ હકીકત હજારો દર્દીઓ અનુભવી રહ્યા છે.

 પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note