મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો
અબજો રૂપિયાની જમોનો ઉદ્યોગપતિઓને અને માલેતુજારોને આપી શકાય તેવા ઈરાદાથી બહુમતીના જોરે વિધાનસભામાં પસાર કરાયેલ વિધેયકને નામંજૂર કરી કાયદાનું સ્વરૂપ ન આપવાની માંગણી કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિટીના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ આગેવાનો દ્વારા પરમ સમ્માનીય રાજ્યપાલશ્રીને રૂબરૂ મળી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું.