વ્યાપમ અને લલિત મોદી પર કેમ નથી બોલતા PM Modi : સોનિયા ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ PM Modi પર ફરીથી રાજકીય હુમલો કર્યો છે. સોનિયા ગાંધીએ સવાલ કર્યો છે કે શું વ્યાપમ કૌભાંડ અને લલિત મોદી વિવાદ વિષે બોલવા માટે વડાપ્રધાન મોદી પાસે એક પણ શબ્દ છે ?
કોંગ્રેસ અધ્યક્ષના બે દિવસના રાયબરેલી પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. સોનિયા ગાંધીએ પૂછ્યું છે કે મોદી વ્યાપમ કૌભાંડ વિષે કે મનથી બોલતા? લલિત મોદી વિવાદમાં ભાજપના મંત્રીઓને નિશાન પર લેતા સોનિયા ગાંધીએ કહ્યું કે, મોદી સુષ્મા સ્વરાજ અને વસુંધરા રાજે વિષે મૌન કેમ છે? સોનિયા વડાપ્રધાન મોદીની ‘હવાલાબાજ’ વાળી ટીપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
http://www.vishvagujarat.com/sonia-gandhi-targets-pm-modi-over-vyapam-scam-and-lalit-modi-case/