નામદાર સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતિસંહ સોલંકી : 04-09-2015

ગુજરાતના મહાનગરપાલિકા અને નગરપાલિકામાં બહુમતિના જોરે ભાજપ સરકારે સીમાંકનમાં કરાવેલ મનમાની અંગે વ્યાપક પ્રમાણમાં વિવિધ સમુદાયો અને કોંગ્રેસ પક્ષ દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી પણ, અહંકાર અને સ્વાર્થી મનોવૃત્તિ ધરાવતી ભાજપ સરકારે કોંગ્રેસ પક્ષની અને મુશ્કેલીમાં મુકાતા વિવિધ જનસમુદાયોની વાત અવગણના કરી હતી. પરિણામે વિવિધ મતદાતાઓ અને કોંગ્રેસ પક્ષે નામદાર વડી અદાલતમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં રીટ પીટીશન કરી હતી. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે મતદાતાઓના અધિકારને અન્યાય થાય છે અને જે બાબતની ગાઈ વગાડીને રાજ્ય સરકાર જેની જાહેરાત કરે છે તે કાયદાનું પણ ઉલંઘન થાય છે. તે બાબત ધ્યાનમાં લઇને નામદાર સુપ્રીમ કોર્ટે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ચુંટણી પ્રક્રિયા પર સ્ટે આપ્યો છે. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતિસંહ સોલંકી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note