રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ સાથે રાજ્યપાલને કોંગ્રેસની રજૂઆત

-રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માગ
-પોલીસનું દમન અટકાવવા રાજ્યપાલને કોંગ્રેસની રજૂઆત
-ભાજપ સરકારમાં લોકો પૈસા આપે તો જ કામ થાય છે : ભરતસિંહ સોલંકી
ગાંધીનગર : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના તથા પાટીદારો પર પોલીસે કાળો કહેર વરસાવ્યો હોવાના મુદ્દે કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા રાજ્યપાલને રજૂઆત કરાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુરુવારે સાંજે 4.30 વાગ્યે રાજ્યપાલ ઓ. પી. કોહલીને રજૂઆત કરાઈ હતી કે ગુજરાત સરકાર નિર્દોષ નાગરિકો પર અંગ્રેજોની જેમ ટિયરગેસ અને ગોળીબાર કરે છે. ગુજરાતના વિકાસની પોલ ખોલતાં પાટીદાર આંદોલનને કચડવા માટે પોલીસ ઘરમાં ઘૂસીને લોકોને મારે છે. રાજ્યમાં 50 લાખથી  વધુ શિક્ષિત બેકાર છે, નોકરી આપવામાં વ્યાપમ્ જેવાં કૌભાંડ થાય છે, ભ્રષ્ટાચારે એવી માઝા મૂકી છે કે લોકો પૈસા આપ્યા વગર કામ કરાવી શકતા નથી.
ગુજરાત દેવાના ડુંગર નીચે આવી ગયો છે, શિક્ષણ મોંધું બની ગયું છે, ખેડૂતોને ખેતપેદાશના પૂરતા ભાવ મળતા નથી, વીજળી પૂરતી મળથી નથી. આવા સંજોગોમાં ગુજરાત સરકારને ગુજરાતમાં શાસન ચલાવવાનો અધિકાર નથી. ખેડૂતોની જમીન ધોવાઇ પણ પુરતું વલતર મળતું નથી. છેલ્લા કેટલાક સમયથી રાજયમાં શાંતિ નથી ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન એક જ વિકલ્પ હોવાની રજૂઆત કોંગ્રેસના નેતાઓએ રાજયપાલને કરી હતી.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-congress-mlas-protest-in-vidhansabha-four-time-stop-vidhansabha-work-for-patidar-509648.html?seq=2