ગુજરાત ભડકે બળતું હતું ત્યારે સરકાર વિધાનસભામાં વિધેયકોમાં વ્યસ્ત હતી!

રોમ ભડકે બળતું હતું, ત્યારે નીરો ફીડલ વગાડતો હતો. જેવા હાલત છેલ્લા બે દિવસથી ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે. એક તરફ ગુજરાત ભડકે બળતું હતું ત્યારે ગુજરાત સરકાર વિધાનસભામાં વિધેયકો પાસ કરાવવામાં વ્યસ્ત હતી. તોફાનોના મૃતકોને શ્રધ્ધાંજલિ આપવાનો શોક પ્રસ્તાવ સરકારે તો રજુ ન કર્યો પણ વિરોધ પક્ષની માંગણી પણ સરકારે ફગાવી દીધી હતી. ગૃહરાજ્યમંત્રી રજની પટેલે વિધાનસભા ગૃહમાં નિયમ 44 હેઠળ કરેલા નિવેદનમાં નાગરિકોના મોત, ગોળીબાર સહિતની કોઇપણ ઘટનાની વિગત કે ઉલ્લેખ કર્યો હતો. મંત્રીએ માત્ર ઉપર છલ્લો ચિતાર રજૂ કરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ હવે થાળે પડી રહી હોવાનો અને ગુરૂવારે કોઇપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ બન્યો નહીં હોવાનો લૂલો બચાવ કર્યો હતો.
શંકરસિંહ સહિત કોંગ્રેસના તમામ સભ્યો સસ્પેન્ડ
ગુજરાતમાં વિધાનસભા સત્રનો આજે અંતિમ દિવસ છે ત્યારે તોફાનો અને નીતિન પટેલના આક્ષેપ મુદ્દે સવારે જ કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે અધ્યક્ષે વિપક્ષના નેતા શંકરસિંહ સહિત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. સુત્રોચ્ચાર અને પ્લે કાર્ડ સાથે વેલમાં ધસી ગયેલા કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરતા કોંગ્રેસના બહાર આવીને ગાંધીજીની પ્રતિમા સામે રામધૂન બોલાવી હતી.
ગુજરાત તોફાનો વચ્ચે વિધાનસભામાં પાસ થયેલા વિધેયકો
http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1191264-NOR.html?seq=1