પાટીદાર આંદોલનને પગલે કોંગ્રેસનો કાર્યક્રમ બંધ રખાયો

શહેરમાં ફેલાયેલી પાટીદાર આંદોલનની હિંસાને કારણે સર્જાયેલા તંગ માહોલને જોતા શહેર કોંગ્રેસે કાર્યક્રમ બંધ રાખવો પડયો હતો.આજે સવારે ૧૦ વાગ્યાથી રેસકોર્ષના વાણિજ્ય ભવનમાં શહેર કોંગ્રેસ દ્વારા ‘નવસર્જન ગુજરાત’ વિષય આધારિત કાર્યક્રમ યોજાવાનો હતો. તેમાં નિરીક્ષક એવા પૂર્વ મંત્રી ડો. તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય ઈકબાલ શેખ અને રેખાબેન ચૌધરી તેમજ પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવત સહિતના આગેવાનોની હાજરી રહેવાની હતી. કાર્યક્રમ સાંજના ૫ વાગ્યા સુધી ચાલવાનો હતો.કાર્યક્રમમાં કોંગ્રેસના માળખામાં સમાવાયેલા હોદ્દેદારોને નિમણંૂક પત્રો આપવાના હતા અને તેમને નક્કી કરેલી જવાબદારીઓ સોંપવાની હતી. તેમજ કોર્પાેરેશનની ચૂંટણી આવી રહી હોવાથી ટિકિટ માંગતા કાર્યકરોના મંતવ્ય લેવાના હતા. પરંતુ સુરત સહિતના શહેરોમાં ફેલાયેલી હિંસાને કારણે ડો. તુષાર ચૌધરી સહિત નિરીક્ષકો વડોદરા આવી શક્યા ન હતા તેમજ વડોદરામાં પણ જે અજંપા ભરી શાંતિ હતી તે જોતા કોંગ્રેસે પોતાનો કાર્યક્રમ પડતો મૂકવો પડયો હતો.

http://www.sandesh.com/article.aspx?newsid=3116402