ફરજીયાત મતદાન કાયદાના અમલીકરણ પર્ણ નામદાર વડી અદાલતે આપેલ મનાઈહુકમને કોંગ્રેસ પક્ષ આવકારે છે : 21-08-2015
ભાજપ સરકારે બહુમતિના જોરે, બિનલોકતાંત્રિક અને બંધારણ દ્વારા દરેક નાગરિકને મળેલ મૂળભૂત હક્કના હનન-ફરજીયાત મતદાનના ઠોકી બેસાડેલા કાયદાના અમલીકરણ અંગે ગુજરાત નામદાર વડી અદાલતે આપેલા મનાઈહુકમને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે બહુમતિના જોરે એકતરફી, બિનલોકતાંત્રિક, બંધારણ વિરુદ્ધ અનેક બાબતો ગુજરાતના નાગરિકો પર ઠોકી બેસાડીને અન્યાય કરી રહી છે. ભાજપ સરકારે બહુમતિના જોરે ફરજીયાત મતદાન અંગે કોંગ્રેસ પક્ષે વિધાનસભા અને વિધાનસભાની બહાર લોકશાહી ઢબે તમામ સત્તાવાળા સમક્ષ વિસ્તુત રજૂઆત કરી હતી. પણ, ભાજપ સરકારના અહંકારી અને સ્વાર્થ વલણ, બહુમતિના જોરે સાચી વાત, સંવૈધાનિક વાતને અવગણી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો