સનત મહેતાને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અગ્રણી એહમદ પટેલની અંજલિ
ગુજરાતના ભૂતપૂર્વ નાણાંપ્રધાન સનત મહેતાના અવસાન અંગે રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, કોંગ્રેસ અધ્યક્ષા શ્રી સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, અગ્રણી એહમદ પટેલ સહિત મહાનુભાવોએ શોકની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું છે કે ગુજરાત અને દેશે ગરીબોના મસીહા, કિસાનો- કામદારોના સાચા શુભેચ્છકને ગુમાવ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ શોકની લાગણી વ્યક્ત કરતા શ્રી સનત મહેતાને ગરીબના મસીહા તરીકે ઓળખાવ્યા હતા. ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ સ્વ. મહેતાને શ્રદ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે, સમાજે એક અદના કાર્યકર અને કામદારો તેમજ શ્રમિકોના હક્ક માટે લડતા ગૂમાવ્યા છે.કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ એહમદ પટેલે જણાવ્યું કે, ગુજરાતે સાચો કામદાર આગેવાન, અર્થશાસ્ત્રી તેમજ એક સારો ાયોજનકાર ગુમાવ્યા છે. સરદાર સરોવર નિગમના પ્રથમ ચેરમેન તરીકેની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તેમજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા આજે સનત હમેતાના નિવાસસ્થાને પહોંચી કુટુંબીજનોને મળ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાતે જ નહીં રાષ્ટ્રએ કામદારો, કિસાનોએ હમદર્દ ગૂમાવ્યો છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-sanat-mehta-governor-chief-minister-sonia-gandhi-rahul-gandhi-tribute