ઓ.બી.સી. વિભાગના કાર્યકારી ચેરમેન તરીકે શ્રી બળદેવજી ઠાકોરની નિમણુંક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. વિભાગના કાર્યકારી ચેરમેન તરીકે શ્રી બળદેવજી ઠાકોરની નિમણુંક કરવામાં આવી છે.
કોંગ્રેસ પક્ષના ઓ.બી.સી. વિભાગના નવનિયુક્ત કાર્યકારી ચેરમેનશ્રી બળદેવજી ઠાકોર (ધારાસભ્યશ્રી)એ જણાવ્યું હતું કે, આગામી સમયમાં બક્ષીપંચ સમુદાયના હક્ક અને અધિકાર, જાગૃતિ માટે વિભાગીય સંમેલનોનું આયોજન કરવામાં આવશે.
કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોએ નવનિયુક્ત કાર્યકારી ચેરમેનશ્રી બળદેવજી ઠાકોરને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે.