સુરત કોંગ્રેસ દ્વારા “ઉત્રાણ” ખાતે “રેલ રોકો” આંદોલન

ગતરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી સેલના ઉપપ્રમુખ અને પશ્ચિમ રેલ્વેના માજી સભ્ય શ્રી “કલ્પેશભાઈ બારોટ” ની આગેવાનીમાં ઉત્રાણ રેલ્વે સ્ટેશનના સ્થાનિક વણઉકેલાયેલા પ્રશ્નોના અને અધિકારીઓની મીલીભગત ના વિરુધ્ધમાં “ઉત્રાણ” ખાતે “રેલ રોકો” આંદોલન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ રેલ્વેના માજી સભ્ય શ્રી “કલ્પેશભાઈ બારોટ”,સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી “હસમુખભાઈ દેસાઈ”, સુરત શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રીમતી “ભારતીબેન પટેલ”,વરાછા વિધાનસભા પ્રમુખ શ્રી “હરિશભાઈ ગુર્જર” સહિત 25 થી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી