મોદી સરકાર માત્ર મૂડીવાદીઓ માટે જ કામ કરી રહી છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના મતક્ષેત્ર અમેઠી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ખેડૂતો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. આ સમયે તેઓએ એનડીએ સરકાર અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓના મતે નરેન્દ્ર મોદીની સરકાર માત્ર મૂડીવાદીઓ માટે જ કામ કરી રહી છે. અગાઉ તેઓ સવારે લખનઉ પહોંચ્યા હતા. જ્યાં રાહુલ ગાંધીએ કોંગ્રસી કાર્યકરો સાથે બેઠક કરી હતી. રાહુલ ગાંધી પોતાના મતક્ષેત્રના લોકો સાથે અન્ય વાતચીત કરશે અને ત્યાંના નેતાઓ સાથે પણ બેઠક યોજશે.
એનડીએ સરકાર ખેડૂતોની જમીનો આંચકી લેવા માગે છે
રાહુલ ગાંધીએ ખેડૂતો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, ‘ભૂમિઅધિગ્રહણ કાયદા દ્વારા એનડીએની સરકાર ખેડૂતો પાસેથી તેમની જમીનો પણ આંચકી લેવા માગે છે. ’ આ ઉપરાંત કોંગ્રેસ ઉપાધ્યક્ષે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષને ફરી મજબૂત કરવાની જરુર છે. જેથી દેશના ભાવિ અને હિતોનું કોંગ્રેસ રક્ષણ કરી શકે.
ભારત કંઇ મોદીનાં મિત્રોનો દેશ નથી – રાહુલ ગાંધી
‘મોદી માત્ર વાયદા કર છે પરંતુ તેઓએ કરેલા વાયલા પર અમલ થતો નથી. તેઓએ અગાઉ વન રેન્ક વન પેન્શન પર પણ વાયદો કર્યો હતો. તેનું શું થયુ ? સરહદોની રક્ષા સૈન્ય જવાનો કરે છે. સેનાના લોકોએ પેન્શન માગ્યું ત્યારે મોદીજીએ વાયદો કર્યો પણ જ્યારે આપવાની સ્થિતિ આવી તો તેઓ ચૂપ થઇ ગયા. હવે પીએમએ બિહાર માટે સ્પેશ્યલ પેકેજનો વાયદો કર્યો છે. ’ તેમણે પીએમ પર આકરા પ્રહારો કરતા સમયે ખેડૂતોને જણાવ્યું કે, આ દેશ કંઇ પીએમના મિત્રોનો દેશ નથી, આ ખેડૂતોનો,મજદૂરો તથા યુવાનોનો દેશ છે.
http://www.divyabhaskar.co.in/news/NAT-congress-vice-president-rahul-gandhi-arrives-at-lucknow-airport-5086882-NOR.html