કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે રાજ્ય વ્યાપી ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે : 12-08-2015
- કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે રાજ્ય વ્યાપી ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે
- ત્રિરંગાની આન-બાન અને શાન માટે વિશિષ્ટ કાર્યક્રમ બપોરે ૦૩-૦૦ કલાકે કોચરબ આશ્રમ, ૨૧ ફૂટ લંબાઈ અને ૧૪ ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજને ૫૦ થી વધુ આગેવાન યુવા કાર્યકરો ધારણ કરીને પદયાત્રા કરશે.
ભારત દેશના સ્વાતંત્ર્યપર્વ ૧૫મી ઓગસ્ટના રોજ ઉત્સાહભેર તમામ નાગરિકો જોડાય. ગામે ગામ ધ્વજવંદન કાર્યક્રમ થાય તેવી લાગણી ગુજરત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ રજુ કરી છે. “નવસર્જન ગુજરાત” અન્વયે રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટના રોજ રાજ્યના તમામ ગામમાં ધ્વજવંદન થાય આ ધ્વજવંદન કાર્યક્રમમાં તમામ કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો જોડાય તે જરૂરી છે. આપણે સૌ રાષ્ટ્રીય પર્વ નિમિતે સંકલ્પ કરીએ. જુદાં જુદાં સ્થળ પર કોંગ્રેસ પક્ષના મુખ્ય aઆગેવાનો ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો