ગંદકી અને રોગચાળાના મુદ્દે સભા તોફાની બનીઃ કોંગ્રેસનો વોક આઉટ
પાલિકાની સામાન્ય સભામાં આરોગ્ય વિભાગની કામગીરી અંગે પસ્તાળ
આરોગ્ય વિભાગની કામગીરી કથળી ગઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
સુરતમાં સફાઈની કામગીરી સાથે આરોગ્ય વિભાગની કામગીરી કથળી ગઈ હોવાનો કોંગ્રેસ-અપક્ષનો આક્ષેપ
સુરત પાલિકાની આજની સામાન્ય સભા ભાજપના ધારાસભ્યના ડેન્ગ્યુના કારણે થયેલા મોત બાદ રોગચાળો અને સફાઈની કામગીરીના મુદ્દે તોફાની બની હતી. સુરત શહેરના લોકોના આરોગ્યની કથળેલી સ્થિતિના પગલે કોંગ્રેસ અને અપક્ષે ભાજપ શાસકોને જવાબદાર ગણાવ્યા હતા. સુરત પાલિકાનું આરોગ્ય તંત્ર નબળું સાબિત થયું હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસે સામાન્ય સભામાંથી વોક આઉટ કર્યો હતો.
સુરત પાલિકાની આજની સામાન્ય સભામાં ધારાસભ્ય સ્વ. રાજા પટેલને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યાર બાદ શરૃ થયેલી સામાન્ય સભામાં કોંગ્રેસ તથા અપક્ષે સુરત પાલિકાના આરોગ્ય વિભાગ તથા ભાજપ શાસકો સામે આક્રમક રીતે વિરોધ કર્યો હતો. વિપક્ષના નેતા ભુપેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સુરત શહેર વર્ષ પહેલાં ભારતનું સૌથી સ્વચ્છ શહેર ગણાતું હતું. પરંતુ હાલમાં સફાઈની કામગીરી કથળી ગઈ હોવાથી સુરત શહેરનો સફાઈમાં ક્યાંય પણ નંબર નથી. સુરતમાં ધારાસભ્યને ડેન્ગ્યુ થયો હોય અને તેમનું મોત થયું હોય તો સામાન્ય લોકોની હાલત કેવી હશે તેની કલ્પના જ કરવી રહી. પલિકાના ભાજપ શાસકો સ્વચ્છતા અભિયાન માટે ફોટો સેશન કરે છે પરંતુ શહેરના અનેક વિસ્તારમાં સફાઈની જરૃર છે ત્યાં સફાઈની કામગીરી થતી નથી. સફાઈની કામગીરી નબળી હોવા ઉપરાંત આરોગ્યની કામગીરીમાં પણ વેઠ ઉતારવામાં આવે છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/surat-dirt-and-disease-issues-become-troublesome-meeting