ખેરાલુ કોંગ્રેસનું નુકશાનીનું વળતર ચુકવવાની માંગ સાથે આવેદનપત્ર
ખેરાલુ તાલુકામાં તાજેતરમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદથી પ્રજાના જાનમાલનું ભારે નુકશાન થવા પામેલ છે. જેની સહાય તાત્કાલિક ચૂકવાય તે માટે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં વિનાશક વાવાઝોડા અને વરસાદથી ખેરાલુ તાલુકા વિસ્તારમાં અનેક ખેડૂતોની જમીનનું મોટાપાયે ધોવાણ થયેલ છે. તેમજ મોટાપાયે વૃક્ષો જમીનદોસ્ત થતાં કાચા-પાકા પશુઓના રહેઠાણો તેમજ લોકોના મકાનોને ભારે નુકશાન થયેલ છે. પશુપાલકોના પશુઓર્ના મોત થયા છે. સતત ત્રણ દિવસ વરસેલા વરસાદથી ખુલ્લામાં રહેતા પશુઓનો અતિશય ઠંડીથી મોત થયા છે. લોકોના મકાન ધરાશાયી થતાં ઘરવખરીનો નાશ થઈ ગયેલ છે. તેમજ શિયાળામાં પડેલા કમોસમી વરસાદે શિયાળુ પાકને આ વિસ્તારમાં ભારે નુકશાની કરેલ છે. આ તમામ મુદ્દાઓને લઈ ખેરાલુ કોંગ્રેસ સમિતિ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/north-gujarat-kheralu-congress-compensate-memorandum