ભાજપના ભ્રષ્ટ શાસન સામે કોંગ્રેસના ખંડેરાવ માર્કેટ ખાતે ‘હલ્લાબોલ’ દેખાવો

વડોદરામાં ૨૦ વર્ષથી ભાજપના ભ્રષ્ટ શાસન સામે કોંગ્રેસ દ્વારા આજે ખંડેરાવ માર્કેટ ખાતે ‘ હલ્લાબોલ’ કાર્યક્રમના ભાગરૂપે દેખાવો યોજાયા હતાં. લોકોને ખોટા સ્વપ્ના બતાવવાનું બંધ કરો, સ્માર્ટ સિટી બનાવવાની ગેરમાર્ગે દોરવાની જાહેરાત કરનાર શાસક ભાજપ પક્ષના રાજમાં નાગરિકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં છે, ત્યારે ભાજપની પોલ ખોલવા માટે સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં હલ્લા બોલના કાર્યક્રમો યોજાશે.