ગરીબ કલ્યાણ મેળામાં વિરોધ પ્રદર્શિત કરતા કોંગ્રેસ ના કાર્યકર્તાઓ
અરવલ્લી જિલ્લામાં આજે રવિવારે ભિલોડા એનાર.એ.હાઈસ્કૂલમાં રાજય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ મોડાસા સહિત ત્રણ તાલુકાઓના લાભાર્થીઓ માટેના પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિરોધ પ્રદર્શિત કરવા આવેલા ભિલોડા ધારાસભ્ય સહિત ૫૦ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી.
ગરીબ કલ્યાણ મેળાના તમાશા બંધ કરો, સહિતના નારા લગાવતા કોંગ્રેસી કાર્યકરો સીધ જ કાર્યક્રમના સ્થળ નજીક ધસી રહ્યા હતા તે દરમિયાન પોલીસે આ કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરી હતી અને અટક કરીને તમામને શામળાજી રેસ્ટ હાઉસ ખાતે લઈ જવાયા હતા. જેમાં ભિલોડાના કોંગી ધારાસભ્ય ડૉ.અનિલભાઈ જોષીયારા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી વનરાજસિંહ રાઠોડ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના તાલુકા-જિલ્લાના કોંગી આગેવાનો અને અન્ય મળી ૫૦ કોંગ્રેસી કાર્યકરોને અટકમાં લેવામાં આવ્યા હતા આ તમામનો બાદમાં છુટકારો થયો હતો.