સોનિયા ગાંધીએ સુષ્માને કહ્યાં ડ્રામેબાજ, રાહુલે કહ્યું, કેટલા પૈસા મળ્યા છે?
– પતિને પૈસા, સુષમાની માનવતા : રાહુલ
– માનવતા જ દર્શાવવી હતી તો ચોરીછુપી કેમ ? મંત્રાલયને કેમ કંઈ જણાવ્યું નહીં, પતિ-પુત્રીને મળેલા નાણાંનો સુષમા હિસાબ આપે
– માનવતા જ દર્શાવવી હતી તો ચોરીછુપી કેમ ? મંત્રાલયને કેમ કંઈ જણાવ્યું નહીં, પતિ-પુત્રીને મળેલા નાણાંનો સુષમા હિસાબ આપે
નવી દિલ્હી : વિદેશ મંત્રી સુષમા સ્વરાજ મુદ્દે વિવાદ હવે વકરી રહ્યો છે. શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુષમા પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે માનવતાના ધોરણે મદદ કરી હોય તો તેને કેમ છુપાવવામાં આવે છે? વિદેશ મંત્રાલયને પણ આ અંગે કંઈ જાણ નથી.
લલિત મોદીને જેલથી દૂર રાખવા સુષમાના પતિ અને પુત્રીએ કેટલા નાણાં મેળવ્યા છે અને તેનું હિસાબ દેશને આપવો જોઈએ. જ્યારે ચોરી થતી હોય છે ત્યારે બે વસ્તુ એક સાથે થાય છે. એક તો ગુપ્ત રીતે થતું હોય છે અને બીજું નાણાંની હેરફેર થતી હોય છે. આથી જ સુષમા જણાવે કે તેના કુટુંબને લલિત મોદી પાસેથી કેટલા નાણાં મળ્યા છે. રાહુલે ઉમેર્યું કે તેમના માતાએ લલિત મોદીના મુદ્દે વિદેશ પ્રધાન જેવું વર્તન ક્યારેય કર્યું ન હોત.
સોનિયા: સુષમા સ્વરાજ નાટક કરવામાં માહેર છેhttp://www.divyabhaskar.co.in/news/NAT-congress-protest-against-suspension-of-congress-mps-in-parliament-premises-5076688-PHO.html