પ્રદેશપ્રમુખે ચૂંટણી જીતવાની જવાબદારી હોદ્દેદારો પર નાખી
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજી દરેક હોદ્દેદારોને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી હતી. તેમણે જણાવ્યું હતું કે હું પ્રદેશ પ્રમુખ નહીં, પ્રદેશ કોંગ્રેસનો મેનેજર છું. ચૂંટણી જીતો તો તેનો યશ પણ તમને ઉમેદવારોની પસંદગી, જિલ્લા કક્ષાએથી જ કરવાની છે. કોઈ બેઠક ઉપર બેથી વધારે નામો આવશે તો પણ જિલ્લાની ટીમને બોલાવી તેમની ઈચ્છા મુજબ જ ઉમેદવારો પસંદ કરાશે. સોલંકીએ ચીમકી આપી હતી કે પરિણામ ન લાવી શકનારા હોદ્દેદાર માટે ચૂંટણી પછી હોદ્દો રહેશે નહીં. ઉપરાંત જો કોઈ પ્રદેશ હોદ્દેદાર કોઈ ઉમેદવાર માટે ભલામણ કરશે તો ટિકિટ નહીં મળે, પણ હોદ્દો છીનવાઈ જશે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લાઓમાંથી પસંદ કરેલા ૪૦૦ કાર્યકરો અને આગેવાનોને વક્તા-પ્રવક્તા અંગેની તાલીમ માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. મહિલા કાર્યકરોને પણ શ્રેષ્ઠ વક્તા માટે તાલીમ આપવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના જુઠ્ઠા પ્રચારોને સણસણતો જવાબ આપવા પુરતી તૈયારી કરવી જરૂરી છે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે કેટલી મિનિટ બોલવું, કેવી રીતે બોલવું અને શું બોલવું તે વક્તા- પ્રવક્તાએ ધ્યાનમાં રાખવું જરૂરી છે. જાહેરમાં બોલતી વખતે વિષય ઉપર તૈયારી કરવી જરૂરી હોય છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3108084