કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન કાર્યક્રમના ભાગરૂપે મહુવા ખાતે પૂજ્ય મોરારિબાપુના ગુરૂપૂજન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જોડાયા હતા. પૂજ્ય મોરારીબાપુના ગુરૂવંદના બાદ વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુરૂ પૂજન, ગુરૂવંદના અને ગુરૂના જ્ઞાનથી જીવનમાં બદલાવ એ ભારતીય સંસ્કૃતિમાં અનેક બાબતોનું વર્ણન થયેલું છે. ગુરૂ પૂજન અને ગુરૂ વંદના એ ભારતીય સંસ્કૃતિનમાં આગવું સ્થાન છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ ધર્મના વડા અને ગુરૂઓના પૂજનનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. જેમાં વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને ખાસ કરીને એન.એસ.યુ.આઈ., યુવક કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહુવા ખાતે પૂજ્ય મોરારીબાપુના ગુરૂ પૂજનના પ્રત્યુતરમાં પૂજ્ય મોરારીબાપુએ રાજ્ય અને રાષ્ટ્રમાં સર્વ-ધર્મ-સમભાવ અને સદભાવ માટે ખાસ વાતાવરણ બને તેવા આશીર્વાદ આપ્યા હતા. ગુજરાતના તમામ જીલ્લાઓ, મહાનગરપાલિકાઓ તથા તાલુકા કક્ષાએ ગુરૂજન પૂજન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.