સરકાર જાહેરાતોને બદલે હકીકતલક્ષી કામગીરી કરે
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અતિ પ્રભાવિત વિસ્તારના બનાસકાંઠા અને પાટણમાં આજે પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ માંગણી કરી છે કે ગુજરાત સરકાર જાહેરાતો કરવાના બદલે હકીકતલક્ષી સ્થળ ઉપર રાહત કામગીરી કરે. ગુજરાત સરકાર રાહત કામગીરી પ્રત્યે જોઇએ તેવી ગંભીર જણાતી નથી. એરફોર્સ અને આર્મીને કામે લગાડયા એ એવી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ એરફોર્સના હેલિકોપ્ટર માટે જરૂરી અક્ષાંશ અને રેખાંશ સાથે ગામોની માહિતી સરકાર અને વહીવટીતંત્ર દ્વારા ઉપલબ્ધ ન કરાવવાના કારણે એરફોર્સના હેલિકોપ્ટર અસરકારક કામગીરી કરી શકતા નથી. રાધનપુર, સાંતલપુર, સમી સહિતના અનેક ગામો પીવાના પાણી વિના પરેશાની ભોગવી રહ્યા છે. બાળકો અને મહિલાઓની સ્થિતિ નાજૂક છે, પરંતુ સરકાર આ ગામોાં રાહત સામગ્રી પહોંચાડી શકી નથી.
સોલંકીએ જણાવ્યું છે કે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પાંચ-પાંચ કિલોના લોટના પેકેટ, બે-બે કિલો ચોખા અને એક કિલો મગની દાળ સહિત કુલ પાંચ ટન ફૂડ પેકેટ ઉપરાંત એક ટેમ્પો બિસ્કીટ લઇને અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયા છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3105599