બીકોમ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ પાસેથી કોલેજોએ ઉઘાડી લૂંટ ચલાવી
બીકોમમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અમલમાં કરવામાં આવી છે તેમ છતાં વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં જ પ્રવેશ મેળવ્યો છે તેમને યુનિવર્સિટીએ ફરજિયાત જેતે કોલેજમાં ફી ભરી દેવાનો નિર્ણય કર્યો છે, જેનો ગેરલાભ સંચાલકો ઉઠાવી વિવિધ બહાના કાઢી વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૧,૫૦૦થી રૂ. ૨,૦૦૦ હજાર વધુ ઉઘરાવી લીધા છે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો લાભ સંચાલકોને મળતો હોય તેવું લાગી રહ્યું છે. જો ૧૦ હજાર જેટલા બીજા રાઉન્ડમાં પસંદગીના બદલે અને કોલેજ બદલે તો ૧૦ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલી છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3099013