વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાત
વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાતની શરૂઆતમાં ૪૪ શહેર/જીલ્લાના પ્રમુખશ્રીઓની અને સેવાદળના સૈનિકોની ઉપસ્થિતિમાં શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અહમદભાઈ પટેલ, શ્રી ગુરુદાસ કામતજીએ ધ્વજ વંદન કરાવ્યું હતું. વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાતમાં ઉપસ્થિત મહાનુભાવોને તુલસીના છોડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલીનભાઈ વૈષ્ણવે કર્યું હતું. કારોબારીનું સંચાલન ધારાસભ્યશ્રી અમિતભાઈ ચાવડાએ કર્યું હતું. આભારવિધિ પ્રદેશ મહામંત્રીશ્રી નરેન્દ્રભાઈ રાવતે કરી હતી. વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાતને શુભેચ્છા સંદેશ કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષન વરિષ્ઠ નેતાશ્રી માધવસિંહભાઈ સોલંકીએ પાઠવ્યો હતો. વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાતમાં ત્રણ ઠરાવો રજુ કરવામાં આવ્યા હતા જેમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી દીપકભાઈ બાબરીયાએ, શિક્ષણ અને રોજગારીનો ઠરાવ એ.આઈ.સી.સી.ના મંત્રી ડો.પ્રભાબેન તાવીયાડ અને કૃષિ અને ખેડૂતોની પરિસ્થિતિ અંગેનો ઠરાવ એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી પરેશ ધાનાણીએ રજુ કર્યો હતો જેને તમામ આગેવાનોએ સમર્થનમાં હાથ ઉંચા કર્યા હતા.