સરકાર જાડી ચામડીની છે અને મોદી ભ્રષ્ટાચારના ચોકીદાર
ચોમાસુ સત્ર શરૂ થવાના આગલા દિવસે આજે વિદેશમંત્રી અને રાજસ્થાન તથા મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાનોનાં રાજીનામાંનાં મુદ્દે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસે શિંગડા ભેરવ્યા છે, જેને પગલે સંસદનું આ સત્ર સંઘર્ષમય બની રહેવાની આશંકા સેવાઈ રહી છે. લલિત મોદીના મુદ્દે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે તથા વ્યાપમ કૌભાંડના મુદ્દે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજીનામા નહીં આપે ત્યાં સુધી તે સંસદનું કામકાજ થવા નહીં દે તેવી સ્પષ્ટ ચેતવણી કોંગ્રેસે આજે સરકારને આપી હતી જ્યારે સરકારે પણ સ્પષ્ટ કર્યું હતું કે રાજીનામાનો કોઈ પ્રશ્ન જ નથી તથા તેણે કોઈ અલ્ટીમેટમ આપવાનો પણ ઈનકાર કરી દીધો છે. જોકે, સંસદીય કામકાજ ખોરવવાના મુદ્દે કોંગ્રેસ એકલી પડી ગઈ છે.
http://www.divyabhaskar.co.in/news-ht/NAT-parliament-monsoon-session-government-rejects-oppositions-ultimatum-5058972-PHO.html