ટોલટેક્ષના વિરોઘમાં લોકોનો ચક્કજામ, 250થી વધુની અટકાયત

જેતપૂર-સોમનાથ નેશનલ હાઇવે પર વેરાવળ નજીકના ડારી-ચાંડુવાવ ટોલબુથ પરથી ઉધરાવાતા અસહય ટોલટેક્ષના વિરોઘમાં લડત સમીતી દ્વારા ચાલી રહેલ આંદોલન અર્તગત આજરોજ લડત સમીતી દ્વારા હાઇવે પરના સુપાસી ગામે ચકાજામનો કાર્યક્રમ હાથ ઘરવામાં આવતા જેને લઈ સુપાસી ગામે હાઇવે પર આંદોલનકારીઓ એકઠા થતા  પોલીસના પણ ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.
છેલ્લા ત્રણેક માસથી ટોલટેક્ષના વિરોઘમાં બીનરાજકીય રીતે ટોલબુથ લડત સમીતી દ્વારા ટોલબુથ પર પ્રતિક ઉપવાસ ચાલી રહેલ છે જેમાં અનશન, જાહેર સભા, રેલી સહીતના કાર્યક્રમો હાથ ઘરવામાં આવેલ છે પરંતુ લડત સમીતીની માંગ સ્વીકારવામાં આવી નથી. દરમ્યાન ટોલબુથ સંચાલકો અને લડત સમીતી વચ્ચે અવાર નવાર બાબલો પણ થયેલ છે અને પોલીસ ફરીયાદો પણ નોંઘાયેલ છે ત્યારે લડત સમીતી દ્વારા હવે ઉગ્ર આંદોલનના મંડાણ કરાવામાં આવનાર છે.
જોકે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ચકાજામ કરતા આંદોલનકારીઓમાં માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, જી.પં.ના વિરોધપક્ષના નેતા હીરાભાઈ જોટવા, પાલીકાના ઉપપ્રમુખ ઉદયભાઇ શાહ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઇ બારડ, વેપારી અગ્રણી ચીમનભાઈ અઢીયા, વિક્રમભાઇ તન્ના સહિત 250થી વધુ કાર્યકરો અને આગેવાનોની પોલીસે અટકાયત કર્યાનું  વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમે જણાવેલ હતું.

http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-controversy-about-toll-tax-250-people-prevention-by-police-5059493-PHO.html?OF18