વિપક્ષનો વિરોધ કેમેરામાં દર્શાવાતો નથી : સોનિયા ગાંધી
સંસદમાં સરકાર અને વિપક્ષમાં ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકાર પર ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે, સરકાર લોકસભામાં વિપક્ષને બ્લેકઆઉટ કરાવી રહી છે અને તેના વિરોધને કેમેરામાં દર્શાવાઈ રહ્યો નથી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, માત્ર સત્તાપક્ષ જ કેમેરામાં બતાવાઈ રહ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર વિપક્ષનો અવાજ સાંભળવા નથી ઈચ્છતી અને આ કામ કરવાની ‘મોદી સ્ટાઈલ’ છે.
સંસદના પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે, સંસદમાં વિપક્ષનો અવાજ દબાવાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, સરકારની કામ કરવાની આ જ રીતે છે, વિપક્ષનો અવાજ જનતા સુધી પહોંચાડાઈ રહ્યો નથી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું કે, મોદી માત્ર હવામાં વાતો કરી રહ્યા છે, વડાપ્રધાનના શબ્દોમાં કારણ હોવું જોઈએ. તેમણે કહ્યું કે, સુષમા સ્વરાજે ભાગેડુ લલિત મોદીની મદદ કરી ગુનાઈત કૃત્ય કર્યું છે, પરંતુ પીએમ એક્શન લેવાની વાત તો દૂર તેના પર કંઈ બોલવા માટે પણ તૈયાર નથી.
http://navgujaratsamay.indiatimes.com/national/sonia_rahul-attack-modi-govt/articleshow/48186798.cms